ભીમગુડાના મહિલાને અકસ્માતમાં ઇજા
વાંકાનેર: તાલુકાના જેતપરડા સીમમાં આવેલ એશિયાટિક કેમિકલ કંપનીમાં રહી કામ કરતા કામ કરતી વેળાએ દાઝી ગયેલા 25 વર્ષીય શ્રમિકે સારવારમાં દમ તોડી દીધો છે. જેતપરડાની એશિયાટિક કેમિકલ કંપનીમાં ભઠ્ઠીનું ઢાંકણું ખુલી જતા ગરમ પાણી ઉડતા બે શ્રમિક દાઝ્યા હતા. જેમાં બીજો શ્રમિક હજુ સારવાર હેઠળ છે.
આ અંગે મળેલ માહિતી મુજબ, વિનોદ દુબલીયા મેડા (ઉંમર વર્ષ 25) અને મનિષ રમેશભાઈ નિનામા (ઉંમર વર્ષ 20) ગઈ તા.20/11 સવારે 3 વાગ્યાં આસપાસ એશિયાટિક કેમિકલ કારખાનમાં કામ કરતા હતા ત્યારે પાઉડર બનાવવાના મશીનમાંથી પાણી ઉડતા દાઝ્યા હતા.

તેઓને વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને શ્રમિક મધ્યપ્રદેશના વતની છે. અહીં પરિવાર સાથે રહે છે. વિનોદ 2 ભાઈ અને 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 દીકરા છે. મનિષ 3 ભાઈ અને 2 બહેનમાં નાનો છે. તેના લગ્ન થઈ ગયા છે પણ હજુ કોઈ સંતાન નથી. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો…
ભીમગુડાના મહિલાને અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા કંકુબેન કરણાભાઈ મુંધવા (ઉ.68) નામના મહિલાને ભુરીયા બાપાની વાડી નજીક કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા.

