કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઢુવા કારખાનામાં મજુરનો ગળાફાંસો ખાઇ આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતાં એક પરપ્રાંતીય શ્રમિક યુવાનને કારખાનામાં કામ ન કરવું હોય, પરંતુ વતનમાં પણ કોઈ કામ ન હોય જેથી કામ કરવાની અવઢવમાં યુવાનને લાગી આવતા લેબર કોલોનીની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં મુનાભાઈ કમલસીંગ ભુરીયા (ઉ.વ. ૧૮, મુળ રહે. મધ્યપ્રદેશ) નામના શ્રમિક યુવાનને કારખાનામાં મજૂરી કામ કરવું ન હોય અને કામ મુકી વતનમાં જવું હોય પરંતુ પોતાના વતનમાં કોઈ કામધંધો ન હોવાથી કામ મુકી જઇ પણ શકતો હોય, જેમાં છેલ્લા બે દિવસથી યુવાનને પેટમાં અસહ્ય દુઃખાવો થતાં ગુમસુમ રહેતો હોય, જેથી લાગી આવતા કંટાળી જઈ કારખાનાની લેબર કોલોનીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!