વાંકાનેર તાલુકાના સરતાનપરની સિરામિક ફેકટરીમાં શ્રમિક જમતો હતો અને મોત આવ્યાનો બનાવ બન્યો છે…
જાણવા મળ્યા મુજબ તાલુકાના સરતાનપર ગામે આવેલ ટીટી સેનેટરીવેર્સ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા ચંદનકુમાર પ્રભુભાઈ મહેતા ઉ.25 નામનો શ્રમિક ગત તા.1 જાન્યુઆરીના રોજ જમતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….