વાંકાનેર : તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ ટાઈલ્સ ફેકટરીમાં કિલન પર ચડી વેલ્ડીંગ કામ કરતા ઉંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.



જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સેપલ ટાઈલ્સ ફેકટરીમાં કિલન પર ચડી વેલ્ડીંગ કામ કરી રહેલા મૂળ બિહારના વતની અને હાલમાં લાલપર ગામની સીમમાં આઈબી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા જુમ્માભાઈ હજરતભાઈ બૈઠા ઉ.25 કિલન પર 15 ફૂટની ઉંચાઈ પરથી ગત તા. 11ના રોજ નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
