મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત
નેસડા (ખા)ની બાળકી સારવારમાં
વાંકાનેર: મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર અમરધામ પાસે આવેલ સનસાઈન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ કાળુભાઈ મેડા (19) માટી ખાતામાં કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન કોઈ કારણે અકસ્માતે ક્ધવેયર બેલ્ટમાં તેનો હાથ આવી જતાં તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે…
મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત
ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી નામના 50 વર્ષીય આઘેડ મહીલાને તા.1-5ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે તેમના ખાતે સારવારમાં લઈ જવાયા હતાં અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબી લાવતા વખતે રસ્તામાં જ લીલાબેન પારધીનું મોત નિપજયું હતું. જેથી મૃતદેહને અત્રેની સિવિલે ખસેડાયો હતો. અને બનાવની જાણ થતા મોરબી સીટીએ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક કાગળો તૈયાર કરી બનાવ અંગેની ટંકારા પોલીસને જાણ કરી હતી…
નેસડા (ખા)ની બાળકી સારવારમાં
ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા ક્રિષ્નાબેન પેથાભાઈ કરોતરા (13) નામની બાળકી બાઇકમાંથી પડી જતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઇ ગયા હતા.