બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતો મજુર ભોગ બન્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતનીનું અકસ્માતમાં મોત નિપજયું છે.
જાણવા મળ્યા મુજબ વઘાસીયા ગામની સીમમાં કૈલાસભાઇ મડીયાભાઇ હીહોર નામના શ્રમિક કારખાનામાં ચાલીને ટ્રક તરફ જતા હતા ત્યારે જે.સી.બી એક્સીવેટરનાં ડ્રાઇવર હસમુખભાઇ છનાભાઇ ઉડેચા, રહે. વાંકાનેર વાળાએ જેસીબીનું બકેટ બેદરકારીથી ફેરવતા કૈલાસભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક કૈલાસભાઈના પત્ની કસનીબાઇ કૈલાસભાઇ હીહોરે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ગૃપમાં કઈ રીતે જોડાશો?
આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?