વાકાનેર : તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટમાં અકસ્માતે એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે.




જાણવા મળ્યા મુજબ તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર હરિરામ યાદવ ઉ.37 નામના યુવાનને ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

