વીતેલા સમાચારો ટૂંકમાં
મારામારીમાં વડાવીયાને ઇજા તથા મહીકા પાસે અકસ્માત
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસે આવેલી અજય સ્ટીલ નામની ફેક્ટરી ખાતે મજૂરી કરતો અને ત્યાં જ નજીકમાં રૂમમાં રહેતો પોપીન્દ્રભાઈ ભોરસિંગભાઇ (ઉ.વ.૪૩) રાતે રૂમ ખાતે હતો ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં મોત થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર પોપીન્દ્રભાઇ મુળ ઉત્તરપ્રદેશનો વતની હતો. તેના મોતથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
અન્ય વીતેલા સમાચારો ટૂંકમાં
કણકોટમાં વીજ શોર્ટ લાગતા સગીરનું મોત
કણકોટ ગામની સીમ અલાવદીભાઇ સાવદીભાઇ બાદી રહે-કણકોટ વાળાની સુરેશભાઇ ઉર્ફે સુરકાભાઇ કાનજીભાઇ સારદીયાનાએ ભાગવી રાખેલ વાડીએ રમતી વેળાએ કોઈ કારણોસર શોટ લાગતા ભદુ લીમસીંહ માવી નામના ૧૩ વર્ષીય બાળકનું મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેસરિયા ઇકો કારથી મહિલાને ટક્કર મારી
મેસરિયા ગામે રહેતા રમેશભાઈ રાજાભાઈ વાળા (ઉ.વ.૩૪) વાળાએ આરોપી પ્રકાશ વાલાભાઈ બેડવા રહે મેસરિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે માસ અગાઉ ફરિયાદીના કાકાના દીકરા કામે જતા હોય ત્યારે મોટરસાયકલ ચાવી લઇ લીધી હતી જેથી આરોપીને સમજાવવા ગયા અને ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી ફરિયાદીના પત્ની ગૌરીબેન તેના ભાઈના ઘરે જતા હતા ત્યારે ઇકો ગાડી લઈને આરોપીએ પીછો કર્યો હતો અને ઇકો ગાડી વડે ગૌરીબેનને ટક્કર મારી ગટરમાં પાડી ઈજા પહોંચાડી હતી તેમજ ફરિયાદી રમેશભાઈને ગાડી ચડાવી મારી નાખવા છે તેવી ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
ઢુવા નજીક લગ્ન ના થતા યુવાને ગળેફાંસો ખાધો
મૂળ પશ્ચિમ બંગાળ હાલ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં સનશાઈન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સંદીપભાઈ સીઓનંદન શર્મા (ઉ.વ.૩૫) વાળા યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મૃતક સંદીપભાઈ શર્માના લગ્ન ના થતા હોવાથી મનમાં લાગી આવતા ટેન્શનને કારણે આપઘાત કર્યાનું ખુલ્યું છે પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માટેલ નજીક ગ્રેડર મશીન રીવર્સ લેતા રાહદારીને ઠોકરે લેતા મોત
વરડુસર ગામના રહેવાસી રમેશભાઈ રાજાભાઈ નંદાશીયા (ઉ.વ.૫૦) વાળાએ મોટર ગ્રેડર મશીન જીજે ૧૮ એસએસ ૦૪૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રોજ માટેલ જામસર રસ્તામાં વોકળાના પુલ પાસે ગ્રેડર મશીન ચાલકે પાછળ જોયા વગર સ્પીડમાં રીવર્સ લેતી વખત પાછળ ચાલીને જતા ફરિયાદીના પિતા રાજાભાઈ નંદાશીયાને અડફેટે લેતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
જીનપરા જકાતનાકે રીક્ષા પાછળ લેવા બાબતે ધોકો માર્યો
વાંકાનેરના કુંભારપરા દીવાનપરામાં રહેતા અમિતભાઈ હુશેનભાઈ બેલીમ (ઉ.વ.૨૨) વાળાએ આરોપી અનવર ઉર્ફે જુમ્મો કાળુભાઈ શેખ રહે વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ જીનપરા જકાતનાકા પાસે આરોપીએ ફરિયાદીને રીક્ષા પાછળ લેવા બાબતે બોલાચાલી કરી ગાળો દેવા લાગ્યો હતો જેથી ગાળો આપવાની ના કહેતા ઝપાઝપી કરવા લાગ્યો હતો અને રીક્ષામાંથી ધોક્કો કાઢી પગમાં મારી મુંઢ ઈજા કરી ઢીકા પાટું માર માર્યો હતો વાંકાનેર સીટી પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મારામારીમાં વડાવીયાને ઇજા તથા મહીકા પાસે અકસ્માત
વાંકાનેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા અલ્ફાઝભાઈ અલ્લારખાભાઈ વડાવીયા (ઉ.26) રહે. વાંકાનેરને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બીજા બનાવમાં મહીકા ગામે પુલ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા રમેશભાઈ પરમાર (ઉ.35) રહે.વાંકાનેરને 108 વડે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
