દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા
વાંકાનેર તાલુકાની હદમા આવતા સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનાની કોલોનીમાં રહેતા એક શ્રમીકે ઝેરી દવા પી લીધી છે.
આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ કમલેશભાઈ પારસનાથ યાદવ (૪૧) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
દારૂ અંગેના ગુન્હા:
વાંકાનેર ગાયત્રી મંદિર સામે રહેતા મોંઘીબેન બટુકભાઈ જખાણીયા અને પંચાસીયા રહેતા કાંતિભાઈ શામજીભાઈ કોંઢીયા પાસેથી દેશી દારૂ મળી આવતા તથા મિલ પ્લોટ નવજીવન સોસાયટીમાં રહેતા પ્રકાશ નટવરભાઈ ચાવડા પીધેલ પકડાતા કાર્યવાહી
ટ્રાફિક અંગેના ગુન્હા:
નવાપરા વાંકાનેરમાં રહેતા ગોપાલ નકાભાઈ મકવાણા અને પીપળીયા અગાભીનાં ગેલાભાઇ રતાભાઈ લામકાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કાર્યવાહી…