ઢુવા અંડરબ્રિજ પાસે બાઇક સ્લીપ
ટંકારા: જાણવા મળ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પરમ પોલીમર્સ નામના
કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન વિરપાલ દયાકિશનભાઇ પાલ (ઉ.21) નામનો યુવાન ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી. બનાવની પોલીસને કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ થાય છે….
ઢુવા અંડરબ્રિજ પાસે બાઇક સ્લીપ
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતો ચેતન છગનભાઈ પરમાર (31) નામનો યુવાન વાંકાનેર હાઇવે રોડ ઉપર ઢુવા અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે….