બાઈક સ્લીપ થઈ જતા પલાંસડીના મહિલા ઈજાગ્રસ્ત
વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે સાપ કરડતા શ્રમિકને હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો બીજા બનાવમાં વાંકાનેરના પલાંસડી ગામે પાદરમાં બાઈક સ્લીપ થઈ જતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે જયદેવસિંહની વાડીએ કામ કરતા સાપ કરડી જતા મનિષ વિક્રમભાઈ મેડા (ઉ.22) નામના શ્રમિકને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો…
બીજા બનાવમાં વાંકાનેરના પલાંસડી ગામે પાદરમાં બાઈક સ્લીપ થઈ જતા પલાંસડીના સાહેદાબેન અસ્લમભાઈ વકાલીયા (ઉ.30) ને મોરબી ખાનગી હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા…