ટોળ ગામે બાઈક સ્લીપ
મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોનમાં કામ કરતા મજૂરનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જવાના કારણે કપાઈ ગયો હતો

જાણવા મળ્યા મુજબ હાલમાં મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર ખાતે કામ કરતો મૂળ એમપીનો રહેવાસી અર્જુન સુભાનભાઈ ભુરીયા (ઉ.19) નામનો યુવાન ગાયત્રી સ્ટોન ખાતે કામ કરતો હતો ત્યારે કન્વેયર બેલ્ટમાં તેનો હાથ કપાઈ જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ટોળ ગામે બાઈક સ્લીપ
ટંકારાના ટોળ ગામે રહેતા વજીબેન ફાંગલિયા (ઉ.62) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા તેઓને ઈજા થઇ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી…
