કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માલધારીનેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

નોકરીના 32 બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી લીંબાળા પાસે આવેલી માલધારી નેશ પ્રાથમિક શાળામાં *સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે હમ* સૂત્રને સાર્થક કરવા 5 મી જૂન 2023 વિશ્વ વન દિવસ નિમિત્તે બાળકો તેમજ સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દ્વારા 51 એકાવન વૃક્ષો વાવીને *વિશ્વ પર્યાવરણ દિન* ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શાળાના આચાર્ય અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ – વાંકાનેરના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયાની નોકરીના 32 બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે અને ખૂબ મોટા પણ થઈ ગયા છે,

આ પ્રસંગે અશોકભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે લોકો વૃક્ષના મહત્વને સમજે,જાણે અને પર્યાવરણનું જતન કરતા થાય એ માટે 5,મી જૂન 1973 થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી આવી છે,એના ભાગરૂપે આજે શાળામાં ઉજવણી કરવામાં આવેલ છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈએ પણ ઉપસ્થિત તમામને પ્રેરણાત્મક વાતો કરી હતી, વૃક્ષોનું જતન કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપ્યા હતા.

આ પ્રસંગે માલધારી નેશના વિસ્તારના આગેવાન અને એસએમસીના અધ્યક્ષ ગોવિંદભાઇ ફાંગલિયા ઉર્ફે નાનકાભાઈ તેમજ ગામના સરપંચ ગુલાભાઈ પરાસરાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!