વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે ગ્રીનચોકમા એક ઇસમને વરલી ફીચરના ‘કલ્યાણ-બ’ ના આકડા લખતો તથા પૈસાની હારજીતનો જુગાર રમતો પકડી પડેલ છે.
સીટી પોલીસ સ્ટેશનના પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ વાળા તથા પો. કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ ગ્રીનચોકમા હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે-ખલીફા (ઉ.વ.૬૨) રહે.વાંકાનેર સિપાઈશેરી નં-૨ ને કાગળની કાપલી સાથે જેમા વર્લી ફીચરના આંકડા લખેલ જણાતા તેના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૧૬૦૦/- તપાસ અર્થે કબ્જે કરી જુ.ધા.કલમ ૧૨(૨) મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રીક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી
ઢુવા ચોકડી પાસેથી પુરઝડપે રીક્ષા નં. GJ-35-U-0565 ચલાવતા રીક્ષા ચાલક મોરબીના સમીરમહંમદ હનીફભાઇ બોઘાણી અને ઢુવા ચોકડી પાસેથી જ ટ્રાફિકને અડચણરૂપ રોડની વચ્ચોવચ્ચ ઉભી રાખતા બીજી રીક્ષા નં. GJ-35-U-8673 ના રીક્ષા ચાલક મોરબીના હરેશ હકાભાઈ સિરોયા ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
દેશી દારૂ પકડાયો
સિંધાવદર ભોજપરાના રસ્તે કેનાલના નાલા પાસેથી સુરેશ ઘોઘાભાઈ જખાણીયા રહે. સિંધાવદર ઝૂંપડામાં બસ સ્ટેન્ડ વાળાને 30 કોથળી દેશી દારૂ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે. જયારે બીજા બનાવમાં સરતાનપર – માટેલ રોડ શ્રીજી સ્ટોન સામે રહેતા સંજય ઉર્ફે સનો લવીંગભાઇ મંદુરીયા અને વિનોદ જોરૂભાઈ ચાડમીયાને 100 કોથળી દેશી દારૂ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે. આ દારૂ ક્યાંથી આવ્યો, એવું પૂછતાં એમણે વીરપરના શૈલેષ કુંવરભાઈ ડાભી (ભરવાડ)નું નામ આપતા ત્રણેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પીધેલ પકડાયા
મિલપ્લોટ નવજીવન સોસાયટીમાં રહેતા જગાભાઈ સુંદરજીભાઈ સોલંકી, હસનપર બીપીએલ ક્વાર્ટરમાં રહેતા દેવજી ભીખાભાઇ રાઠોડ જાતે રાવળ અને વાંકાનેર સબ સ્ટેશન પાસે આરોગ્યનગરમાં રહેતા મનોજ નવઘણ દેકાવાળીયા જાતે કોળી ને બસ સ્ટેન્ડ પાસેથી પોલીસ ખાતાએ પીધેલ પકડેલ છે.