કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વર્લી ફીચરના આંકડા લખતા પકડાયો

ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

વાંકાનેર મીલપ્લોટ ચોકમાંથી એક શખ્સને વર્લી ફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડી પડેલ છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ મીલપ્લોટ ચોકમાં અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા (પીંજારા) ઉ.વ.૨૯ ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ રહેવાસી વાંકાનેર નવાપરા સંધી સોસાયટી વાળાને વર્લી ફીચરના આંકડા ““કલ્યાણબં” ના લખેલ કાપલી અને રોકડા રૂ.૩૩૦/- રૂપીયાના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા કલમ ૧૨ (અ)

મુજબ ધોરણસર ફરીયાદ કરી છે આ કાર્યવાહી પોલીસ સ્ટાફના હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસકોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.

ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોઝાર્ટ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો લલિતભાઈ રામબીલાલ સાંકેત (૨૫) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તે યુવાનને અર્ધ બેભાન હાલતમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી બનાવની અહીં જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

દારૂ સાથે અને પીધેલ:
નવજીવન સોસાયટી વાંકાનેરના જગદીશ સુંદરજી સોલંકી પાસેથી દેશી દારૂ મળેલ છે. આ શખ્સ પીધેલ પણ હતો
દારૂ સાથે:
(1) ખીજડિયાના નિલેશ રવજીભાઈ સોલંકી (2) કણકોટ નવા રેલવે સ્ટેશન સામે રહેતા રાઘવ જીવણભાઈ ટપુભાઈ જખાણીયા અને (3) તરકીયાના ભાવનાબેન ચોથાભાઈ જરવરિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
(1) રાતડીયાના જયંતિ નાથાભાઈ મેર (2) વાંકાનેર ગાયત્રી મંદિર પાસે રહેતા કિશન પ્રદીપભાઈ ત્રિવેદી (3) જીનપરા શેરી નં 12 માં રહેતા અજય કેશુભાઈ રાણાવાડિયા (4) ભાટિયા સોસાયટીના ઇમરાન હબીબભાઇ પરમાર (5) જીનપરા ગૌશાળા રોડ પર રહેતા કાળુ ભવાનભાઈ જાદવ અને (6) નવાપરા ખડીપરાના અફઝલ કાદરભાઈ કાસમાણી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!