રોયલપાર્કનો શખ્સ વીશીપરામાં જુગાર રમાડતો’તો
વાંકાનેર શહેરમાંથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો વરલીભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીશીપરા સરકારી ગોદામની સામેથી આરોપી રાજેશભાઈ ઉર્ફે રાહુલ રવજીભાઈ વોરા, રહે.વાંકાનેર રોયલપાર્ક સોસાયટી, પચ્ચીસ વારીયા પાસે નામના યુવાનને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,050 તેમજ વરલી સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.