વાંકાનેર: ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે એક શખ્સને વરલી રમાડતો પોલીસે પકડેલ છે.
જાણવા મળ્યા મુજબ ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે મહેન્દ્રસીંગ રામપ્રસાદ બલાઈ (ઉ.વ.૩૦) રહે. હાલ-માટેલ રોડ, બોન્જા સીરામીક તા.વાંકાનેર મુળ ગામ-ખરદોનકલા થાના-કાલાઈપીપર જી.સાજાપુર રાજ્ય-મધ્યપ્રદેશ વાળો વર્લી ફીચરના “કલ્યાણબં” ના આંકડા લખતા પકડાયો છે, એના શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.૬૫૦/- મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી આર્મ પોલીસ કોન્સટેબલ સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. વીજયભાઇ ડાંગરે કાયદેસર કાર્યવાહી કરેલ છે
દારૂ સાથે:
તીથવા ધારે રહેતા રમાબેન પ્રેમજીભાઈ જખાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
ચંદ્રપુર યાર્ડ પાસે રહેતા ભીમા રાજુભાઈ સિંધવ નાલા પાસેથી પીધેલ પકડાયા છે