વાંકાનેર: ગઈ કાલે સાંજના વાંકાનેર કુંભારપરા ચોકમાંથી એક શખ્સ આંકડા લખતા પકડાયો છે.



પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સીટી પોલીસના ધર્મરાજ પ્રવીણભાઈ કીડીયા તથા પોલીસ કોન્સ. જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ કુંભારપરા ચોકમાંથી વર્લી ફીચરના “કલ્યાણ બં” ના આંકડા લખતા

નુરશા ઈબ્રાહીમશા કાદરી (ફકીર) (ઉ.વ.૬૩) રહે. વાંકાનેર કુંભારપરા શેરી નં-૬ વાળાને રોકડા રૂ.૯૨૦/- રૂપીયા સાથે પકડેલ છે.


જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા મળી આવી જુગાર ધારાકલમ ૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

