વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર ગામે સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા આધેડ યુવાન પુત્રની સગાઈ કરવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પડધરી તાલુકાના તરઘરી ગામના વતની અને હાલમાં વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર ગામે સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણા નામના આધેડના પત્નીના મૃત્યુ બાદ યુવાન પુત્રની સગાઈની ચિંતામાં ગઈકાલે તેમની ઓરડીમાં લોખંડની એન્ગલ સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.