તા.૩ થી તા.૬/૫/૨૦૨૫ની આગાહી છે
વાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેર મુ. ચંદ્રપુર, તા. વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે “માવઠા” (કમોસમી વરસાદ)ની આગાહી અનુંસંધાને દરેક દલાલભાઈઓ તથા વેપારીભાઈઓને જાહેર જાણ કરવામા આવે છે કે 



તા.૩/૫/૨૦૨૫ થી તા.૬/૫/૨૦૨૫ સુધી “માવઠુ” (કમોસમી વરસાદ) પડવાની શકયતા હોવાથી ખુલ્લામાં જે માલ અને શેડમાં જે માલ પડેલ છે તેની પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવાની આથી જાણ કરવામા આવે છે. ખેડૂતભાઈઓ અને વાહનમાલીકભાઈઓએ પ્લાસ્ટીક કાગળ અને તાલપત્રી ઢાકીને માલ લાવવો. જો શેડમાં જગ્યા ન હોઈ તો વાહન ઉભુ રાખવાનુ રહેશે. જેની ખાસ નોંધ લેવા વિનંતી.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

