વીશીપરાનો શખ્સ છરી સાથે પકડાયો
વાંકાનેર: તાલુકાના તરકીયા ગામની સીમમા દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે અને તરકીયાના શખ્સની ધરપકડ કરેલ છે બીજા બનાવમાં વીશીપરાનો શખ્સ છરી સાથે પકડાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમા હરકત વાડી સપતી વાડી વિસ્તારમાં પોતાના રહેણાક મકાનની સામે ખરાબામા દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર-૧૬૦૦ કિ રૂ.૪૦૦૦૦/- નો મુદ્દામાલ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે અને વિજયભાઈ ભુપતભાઈ મકવાણા રહે. તરકીયાની ધરપકડ કરેલ છે ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એફ) મુજબ નોંધાયો છે…
કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પો કોન્સ રાજેશભાઈ ફુલાભાઈ, એ.એસ.આઈ. ક્રીપાલસિંહ ચાવડા તથા પો કો ન્સ બ્રીજેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી…
વીશીપરાનો શખ્સ છરી સાથે પકડાયો
વાંકાનેર મિલ કોલોની રેલવે ગોડાઉન સામેથી રામેશ્વર સોસાયટી વીશીપરામાં રહેતા ક્રિષ્ના શશીભાઈ કુરમી (ઉ.22) વિરુદ્ધ છરી જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધાયો છે…

