મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે.




આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૦ કેસ, જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં; વાંકાનેર તાલુકાના ૦૨ કેસ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાનો ૦૧ કેસ અને ટંકારા તાલુકાના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૮ કેસ નોંધાયા છે. ગઈ કાલે માળિયા તાલુકામાં ૦૧ દર્દી સ્વસ્થ થયા છે. મોરબી જીલ્લામાં નવા કેસોને પગલે એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે.