વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ નશો કરી વાહન ચલાવતા પાંચને પકડી વાહન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી છે, તો ટ્રાફિક નિયમન ભંગ સબબ એક સામે સામે પોલીસ કાર્યવાહી થઇ છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના પોલીસ ખાતાએ નશો કરી વાહન ચલાવતા (1) આરોગ્યનગરના કિરીટ અંબારામભાઇ સરવૈયા (2) તીથવા કોળીવાસમાં રહેતા મુનેશ બાલાભાઈ અગેચણીયા (3) અરણીટીંબાના અરવિંદ મનસુખભાઇ પરમાર (4) વાંકાનેર પચીસ વારીયાના ઉમેશ થાવરીયાભાઈ મેડા (5) હાલ મકતાનપર રહેતા મૂળ રહેવાશી સજનપરના મહેશ કરમશીભાઇ અબાસણીયાને પકડી એમવી એક્ટ કલમ 185, 3-181, તથા પ્રોહી. કલમ 66(1) બી મુજબ ગુન્હો દાખલ કર્યો છે…
ઉપરાંત ટ્રાફિક નિયમન ભંગ સબબ (1) પંચાસરના શૈલેષ પ્રેમજીભાઈ શંખેશરીયા સામે પોલીસ કાર્યવાહી થઇ છે….
