ગરીબી કારણભૂત
વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં યુવાને આર્થિક તંગીને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે…


જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ ઈનડિઝાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની નવલસિંહ કનુભાઈ રાઠોડ ઉ.41 નામના યુવાને આર્થિક તંગીને કારણે લેબર કવટર્સમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે…
