રાજકોટ: વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યો આશરે 30 વર્ષનો યુવાન ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફોટામાં દાઢી હોય તેવું દેખાય છે…
પરંતુ અહિ વહેલી સવારે મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, તૌફિકભાઇ, કાનાભાઇએ રેલ્વે પોલીસને જાણ કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતક યુવાનના વાલીવારસ હોય તો રેલ્વે પોલીસને ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે…