ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો
વાંકાનેર: માટેલ રોડ નજીક યુનીટના લેબર કવાટરમાં બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જયારે બીજા બનાવમાં ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગતા સારવાર લીધી હતી…

જાણવા મળ્યા મુજબ માટેલ નજીક આવેલ સુરેજા કંપનીના લેબર કવાટરમાં રહીને મજુરી કામ કરતો અજયભાઈ નામનો 28 વર્ષનો યુવાન તા.6-11ના રોજ રાત્રે અગીયારેક વાગ્યે લેબર કોલોનીમાં બીજા માળેથી કોઈ કારણોસર નીચે પડી ગયો હતો. જેથી સારવાર માટે મોરબી સીવીલે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજેલ હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી એ ડીવીઝન પોલીસ મથકના એસ.કે. બાલાસરાએ પ્રાથમીક તપાસ કરી વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરેલ છે.
ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો
જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના માટેલ રોડ ખાતે સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા મનીષાબેન કમલેશભાઇ બગેલ (ર0) નામની પ્રેગ્નેટ મહિલાને ઇલે. શોટ લાગતા સારવાર માટે લઇ જવાઈ હતી…
