વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામ નજીક મજુરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના યુવાનને શ્વાસની બીમારી હોય સારવારમાં દાખલ કરાયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનું મોત નિપજેલ છે.

મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના માટેલ પાસે આવેલ સનરે સિરામિકની સામેના ભાગે ભવાની કાંટાવાળી શેરીમાં આવેલા સતાધાર મિનરલ્સ ખાતે મજૂરી કામ કરતા અને ત્યાં નજીકમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નવલિયાભાઈ વાસ્કેલા નામના 38 વર્ષના યુવાનને ગઈકાલ તા.11-7 ના શ્વાસની બીમારી સબબ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

તેનું સારવાર દરમિયાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેનું મોત નિપજયુ હતુ. આથી ચાર સંતાનોએ છત્રછાંયા ગુમાવી છે, મોતનું ખરું કારણ જાણવા માટે તેના પીએમ સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.જે અંગે પોલીસમાં જાણ કરાતા મોરબી એ ડિવિઝન એસ.કે.બાલાસરાએ પ્રાથમિક તપાસ કરીને તાલુકા પોલીસને જાણ કરી હતી.
