ઢુવાના ક્ષત્રિય યુવાનોનો અકસ્માત
વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નદીમાં કાંઠે ગયેલ યુવાનનો પગ અચાનક લપસી જતા યુવાન નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનો બનાવ બન્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં ઠક્કરબાપાનગર, અમદાવાદમાં રહેતો જગદીશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦) યુવાન નદીના કાંઠે ગયેલ, ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા યુવાન નદીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….


ઢુવાના ક્ષત્રિય યુવાનોનો અકસ્માત
વાંકાનેર તાલુકાના ઢુવા ગમે રહેતા વિશ્વેન્દ્રસિંહ (ઉ.24) બીરેન્દ્રભાઈ (ઉ.26) અકસ્માતમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અકસ્માતનો બનાવ મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક બન્યો હતો..
