વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા એક યુવાનને અકસ્માતમાં ઇજા થયાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા લીંબાભાઈ ગોવિંદભાઈ સિહોરા (ઉમર 34) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં
ઇજાઓ થવાથી મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે
વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે ચામુંડા હોટલ પાસે બે કાર અથડાઇ હોવાનો બનાવ બન્યો હતો. જેમાં વાંકાનેરથી પરત સરતાનપર બાજુ આવી
રહેલા લીંબાભાઇ ગોવિંદભાઈ સિહોરા નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેમના ભાઈ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં મોરબી લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.