કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માર મારતા પત્ની રિસાઈ જતા યુવાનનો ગળાફાંસો

વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક યુવાનને તેના પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે યુવાને તેની પત્નીને માર માર્યો હતો જેથી યુવાનની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો…..
મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ શીવાય ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રોશનભાઈ વસંતભાઈ ધુર્વ (23) નામના યુવાને પોતે પોતાની જાતે

ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની દર્શનભાઈ નીતિનભાઈ ઘેટીયા (24) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-2 મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે

મૃતક યુવાનને તેના પત્ની શીતલબેન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મૃતક યુવાને તેની પત્નીને માર માર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!