વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદનો રહેવાસી અને માટેલ રોડ લાકડધાર ગામની સીમમાં સ્ટારબઝ સ્ટીલ કંપની સામે મયુરભાઈ ખીમાનંદ પિઠીયા (૨૫) નામનો યુવાન હાર્ડનર કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીની સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને યુવાન ભૂલથી કેમિકલ પી ગયો હોય તેને સારવાર માટે લાવ્યા હોવાનું સામે આવ્યું છે જોકે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં હોવાથી સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ