વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા નિતેશ ચંદુભાઈ ફુલતરીયા (૨૯) નામનો યુવાન વાલાસણ ગામે હતો, ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી.
આથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી હતી.
આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી. ઝેરી દવા પીવાનું કારણ જાણવા મળેલ નથી.