વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં રહેતા યુવાનને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું..
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મંગાભાઈ રાતોજા (ઉ.37) ને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…