વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામીકની અંદર કામ દરમિયાન એક યુવાનને સાપ કરડી જતા દવાખાનામાં દાખલ થયો છે.


જાણવા મળ્યા મુજબ વિક્રમ અર્જુન બેંગરા નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.


સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી પોલીસને પહેલા જાણ કરી હતી ત્યાર બાદ સાપ કરડવાનો આ બનાવ વાંકાનેર પોલીસની હદનો હોવાથી વાંકાનેર પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે.
