વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લીધી છે.
જાણવા મળ્યા મુજબ તાલુકાના ગાંગીયાવદરના શામજીભાઈ વાલજીભાઈ મકવાણા નામના ૪૨ વર્ષના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો છે.
વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવ્યું છે અને આ બાબતે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છે.