વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ગાંધીનગર દ્વારા ગાયત્રી સ્કુલ, ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સ્કુલ હોલ ખાતે યુથ-20 કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનબાપુ, વાંકાનેર શહેરના પી.આઈ. સોલંકી, નિર્મલભાઈ જારીયા, રતિભાઈ અણીયારીયા, નાથલાલભાઈ તથા વકતા તરીકે મહાવીરસિંહ ઝાલા અને ભારતીબેન ગોધાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ અને યુવાનો અને સમાજ આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.