અહીંથી કેમ નીકળ્યો, કહી માર માર્યો
રાજકોટ: વાંકાનેરના વીસીપરામાં રહેતો મનિષ જગદીશભાઈ ભાટી (ઉંમર વર્ષ 22) ગઈ કાલે રાત્રે 11 વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે વિજય, ભૂરો, વિક્રમ અને તેની સાથેના અજાણ્યા માણસોએ ઝઘડો કરીને ધોકા વડે માર મારતા મનિષને ઇજા થતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


મનિષના પરિવારજનોએ જણાવ્યા મુજબ, વીસીપરામાં માતાજીનો માંડવો હોય જેની તૈયારી પાડોશીમાં રહેતા લોકો કરી રહ્યા હતા. આ તૈયારીઓ ચાલુ હતી ત્યારે મનિષ ત્યાંથી નીકળતા, તું અહીંથી કેમ નીકળ્યો? તેમ કહીને આરોપીઓએ માર માર્યો હતો. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી…
બેભાન યુવાનનું મોત
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા રોડ ઉપર આવેલ અંધ અપંગ ગૌશાળા ખાતે રહેતા મૂળ એમપીનો રહેવાસી સુરપાલ કેન્દ્ર શીંગાળ (ઉ.19) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ મહાવીર સોસાયટી પાસે હતો, ત્યારે કોઈ કારણસર તે બેભાન થઈ ગયો હતો; જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
