વ્યાજે લીધેલા રૂપિયા કારણભૂત
10 ટકા વ્યાજ લેતો, 35 હજારના 70 હજાર ભર્યા
સોનાના દાગીના અને બોલેરો પીકઅપ પડાવી લીધા હોવાનો આક્ષેપ
વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામે વ્યાજખોરે ઉઘરાણી કરી યુવકને પાઇપથી ફટકાર્યો હતો. યુવકે આક્ષેપ કર્યો છે કે, આરોપી 10 ટકા વ્યાજ લેતો, 35 હજારના 70 હજાર ભર્યા છતાં સોનાના દાગીના અને બોલેરો પીકઅપ પડાવી લીધા હતા.

મળેલ માહિતી મુજબ, રાતીદેવડીના વશરામ ખીમજીભાઈ વરાણીયા (ઉંમર વર્ષ 24) ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાં આસપાસ ઉપરોક્ત ગામમાં તેના મામા મહેન્દ્રભાઈની વાડીએ હતો, ત્યારે સામેવાળા કુકલા ભરવાડએ ઝઘડો કરી માર મારતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. વશરામે કહ્યું કે, તેણે કુકલા પાસેથી સોનાના દાગીના મુકી વ્યાજે પૈસા લીધા હતા.

તે 10 ટકા વ્યાજ વસુલતો. 70000 જેટલી રકમ ચૂકવી દીધી હશે. છતા તે ઉઘરાણી કરતો. બોલેરો પીક અપ વાહન આંચકી ગયો હતો. ફરી ઉઘરાણી કરી માર માર્યો હતો. વાંકાનેર પોલીસે આ અંગે નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી હતી…