કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જાલીડા ગામના શખ્સો પર આઠ શખ્સોનો હુમલો

બંગાવડીમાં યુવકને લાકડીઓથી માર માર્યો

બાઈક ધીમે ચલાવવાનું કહેતા બનેલો બનાવ

ટંકારા: તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવકે ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી બાઈક લઈને યુવકના પાસેથી સ્પીડમા ચલાવતા યુવકે બાઈક ધીમે ચલાવવાનું સારૂં ન લાગતા આરોપીઓએ યુવકને લાકડી વડે માર માર્યો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા દેવજીભાઈ લખમણભાઇ પડાયા (ઉ.વ.૨૭) એ આરોપી શૈલેષભાઈ દાનાભાઈ પડાયા, દાનાભાઈ માલાભાઈ પડાયા તથા ગંગાબેન દાનાભાઈ પડાયા રહે. બધા બંગાવડીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે કે ફરીયાદી ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય તે દરમ્યાન આરોપી શૈલેષભાઈએ તેનું મોટરસાયકલ લઇને

ફરીયાદીના નજીકમાંથી સ્પીડમાં ચલાવતા ફરીયાદીએ મોટરસાયકલ ધીમુ ચલાવવા કહેતા આરોપીએ ગાળો બોલી થોડીવારમાં આરોપીઓ હાથમાં લાકડી લઇને આવી ફરીયાદીને વાંસાના ભાગે મુંઢ ઇજા તથા કાનના પાછળના ભાગે લાકડી મારતા સાત ટાંકા આવેલ તેમજ ફરીયાદીને વાંસાના ભાગે સુકા બોરડીનું જારૂ મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!