ધમલપર ગામે જુગાર રમતા અને મકનસરના યુવાન સામે કાર્યવાહી
વાંકાનેર: તાલુકાના ધમલપર ગામે ગેલ માતાજીના મંદિર સામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી

દિપકભાઇ ગોકળભાઇ બાવરવા, વિજયભાઇ દેવરાજભાઇ બાવરવા, દિપકભાઇ દેવશીભાઇ અબાસાણીયા, અશ્વીન ઉર્ફે અશોકભાઇ રઘુભાઇ અબાસાણીયા, નવઘણભાઇ ચતુરભાઇ અબાસાણીયા, વિપુલભાઇ કાનજીભાઇ બાવરાવા અને

રમેશભાઇ વાલજીભાઇ બાવરવા, રહે.બધા-ધમલપર વાળાને રોકડા રૂપિયા 11,420 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી કરી.

બીયરના બે ડબલ સાથે યુવાન ઝડપાયો
વાંકાનેર: તાલુકાના માટેલ ગામે ભોજનશાળા પાસેથી પોલીસે મકનસર ગામે રહેતા જયદીપ રમેશભાઈ પંચાસરા નામના યુવાનને કિંગફિશર બ્રાન્ડ બીયરના બે ડબલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
