ખીજડીયા રાજ, હસનપર, પીપળીયા રાજ, રંગપર અને વીડી જાંબુડીયામાં દેશી દારૂ અંગે દરોડા
વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં રહેતા વિવેક જીતેન્દ્રભાઈ માણેકના મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર તેમજ ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 13,800 કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખીજડીયા રાજ ગામની દિવેલીયા તરીકે ઓળખાતી સીમમાં નદીના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી, ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો. જેથી પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂ બનાવવા માટેનો આથો નિલેશભાઈ રવજીભાઈ સોલંકી જાતે કોળી (૩૦) રહે. ખીજડીયા રાજ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હસનપર રેલ્વેના બ્રિજ પાસે આરોપી માલાભાઈ ભાયાભાઈ બાંભવા હસનપર રેલ્વેના બ્રિજ પાસે આવેલ ભારત માટીના કારખાના પાછળ બાવળની કાંટમાં રૂપિયા ૩૨૦ની કિમતના ૧૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
પીપળીયા રાજમાં આરોપી લાલોભાઈ દેવજીભાઈ વાઘેલા પોતાના ગામની સીમમા કોઠાના તળાવ પાસે ખરાબામા આવેલ ઝુપડા પાછળ રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
વીડી જાંબુડીયામાં આરોપી વીરમભાઇ દિનેશભાઇ સારલા ગામના ઝાંપા પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપી કુલદીપભાઇ રાજુભાઇ ખાચર રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.