કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગારીયામાં યુવાનનો ઝેરી દવા પી ને આપઘાત

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા ગારીયા ગામે રહેતા ભુરાભાઈ રવજીભાઈ રોજાસરા (ઉ.વ. ૪૩) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જેને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!