કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યુવાને કર્યો આપઘાત: હસનપરવાસી સામે ફરિયાદ

વાંકાનેર: શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવેલ છેજાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની મજૂરની ઓરડીમાં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સોલંકી (22)એ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના માતા ગીતાબેન કાંતિભાઈ સોલંકી (45)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાના સાસુ હંસાબેન જગદીશભાઈ ડાભી અને સાળા દેવાભાઈ જગદીશભાઈ ડાભી રહે. બંને શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા રાજેશભાઈના લગ્ન હંસાબેનની દીકરી પૂજાબેન સાથે દોઢેક વર્ષ પહેલા થયા હતા અને પૂજાબેન હાલમાં પિયર માતા-પિતાના ઘરે રિસામણે છે અને અવારનવાર તેડવા જવા છતાં પૂજાબેનને સાસરીમાં મોકલતા ન હતા અનેખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી ફરિયાદીના દીકરાને ખોટી રીતે ટોર્ચર કરતા હતા તેમજ મોબાઇલ ફોન દ્વારા ફરિયાદીના દીકરાને તેના સાળા દેવાભાઈ તથા તેના સાસુ હંસાબેને ગાળો આપી હતી અને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કર્યો હતો જેથી ફરિયાદીના દીકરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!