કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલ્વે યાર્ડ નજીક યુવાનનો માલગાડી હેઠળ આપઘાત

યુવાનના જમણા હાથની કલાઈ ઉપર GHANDRIKA ત્રોફાવેલ છે

વાંકાનેર શહેર નજીક આવેલ રેલવે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મૂકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં આ રેલવે પોલીસ દ્વારા મૃતકની ઓળખાણ મેળવવા તજવીજ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલના રોજ વાંકાનેર રેલવે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો,

જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું;

જેથી આ બનાવમાં હાલ રેલવે પોલીસ દ્વારા મૃતકની ઓળખાણ મેળવવા તજવીજ શરૂ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આશરે 35 વર્ષની આસપાસ ઉંમરવાળા આ યુવાનના જમણા હાથની કલાઈ ઉપર GHANDRIKA ત્રોફાવેલ છે.

જેની બોડી હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. જેથી કોઈ વ્યક્તિને મરણ જનારની ઓળખ મળે તો રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ મકવાણા મોબાઈલ નંબર 90337 76511 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!