કાર સાઈડમાં મૂકી મૂળ કોઠીનાં યુવાને મોતની છલાંગ લગાવી દીધી
વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલ પરથી યુવાને પડતું મૂકી આયખું ટૂંકાવી લીધું હોય, જે આપઘાતના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમેં વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના કોઠી ગામના વતની અને હાલ રાજકોટ મેટોડા ખાતે રહેતા કેતનકુમાર કિશનભાઈ ચાવડા (ઉ.વ.૨૦) નામના યુવાન પોતાની કાર જીજે ૧૮ બીઆર ૪૦૦૦ લઈને નેશનલ હાઈવે પુલ પર પહોંચ્યા હતા, જ્યાં કાર સાઈડમાં મૂકી યુવાને પુલ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી; જેથી પુલ પરથી નીચે પડતું મુકતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું. બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસના વનરાજસિંહ બાબરિયા અને અરવિંદભાઈ બેરાણી સહિતની ટીમ દોડી ગઈ હતી. યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો, તે હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે