અકસ્માતમાં ઇજા
વાંકાનેર: તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા …
મળેલ માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિન્સ તિલકધારી સિંગ (23) નામનો યુવાન ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ
આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી અહીં બનાવની જાણ કરવામાં આવેલ છે અને યુવાને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં ઇજા
વાંકાનેરના ઢુવા નજીક આવેલ સોનેટ સિરામિક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ત્યારે પ્યારેમોહન કરસનસિંઘ યાદવ (46) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે…