ટંકારાથી સજનપર જતા બાઇક સ્લીપ થયાનો બનાવ
ટંકારાથી સજનપર ગામ તરફ ડબલ સવારી બાઈકમાં બેસીને યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેના હાથમાં ગેસનો બાટલો, ફૂલો અને અન્ય સામાન હતો દરમિયાન ટંકારા નજીક આવેલ હોટલ પાસે બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગયું હતું ત્યારે પાછળ બેઠેલ યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને તેના હાથમાં રહેલ ગેસનો બાટલો અને અન્ય વસ્તુઓમાંથી તેના ગુપ્ત ભાગે કોઈ વસ્તુ લાગવાથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો શૈલેષ અભલાભાઈ કટારા (૨૫) નામનો યુવાન અજીતકુમાર દિતીયાભાઈ બામણીયા રહે. પાનમ જીલ્લો દાહોદ વાળાના બાઈક નંબર એમપી ૪૫ એમએન ૮૫૩૬ માં પાછળના ભાગે ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને ઘરવખરીનો સામાન લઈને બેઠો હતો અને તે ટંકારાના સજનપર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટંકારા નજીક આવેલ અનસ હોટલ પાસેથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક ચાલકે અચાનક પોતાના બાઇકને બ્રેક લગાવી હતી જેથી કરીને પાછળના ભાગે ગેસનો બાટલો અને ચૂલો સહિતની વસ્તુઓ લઈને બેઠેલા શૈલેષ અભયસિંગ કટારાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી લઈ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જતા હતા ત્યારે

રસ્તામાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ અભલાભાઈ કટારા જાતે આદિવાસી (૨૩) રહે હાલ ઓટાળા ગામે લાલજીભાઈ પટેલની વાડીએ મૂળ પાનમ જિલ્લો દાહોદ વાળાની ફરિયાદ લઈને અજીતકુમાર દિતીયાભાઈ બામણીયા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
