તિથવાના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા
રાજકોટ: ગત તા.16/9/2025ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે ગેસનો ચૂલો ચાલુ કરવા જતા આગ લાગતા આશરે 40 વર્ષીય પરપ્રાંતિય યુવાન દાઝી ગયો હતો. તેને પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં તબિયત નાજુક હોવાથી વાંકાનેર સરકારી હોસ્પિટલના કર્મચારી પ્રકાશભાઈ સહિતનાએ આ યુવકને એમ્બયુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો.
ચા બનાવવા ગેસનો ચૂલો ચાલુ કર્યો ત્યારે ભડકો થતા દાઝી ગયાનું દર્દીએ ત્રુટક ત્રુટક શબ્દોમાં જણાવેલ. રાજકોટ સિવિલમાં લાંબી સારવાર બાદ ગઈકાલે તા.26/9ના રોજ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. 
મૃતકનું નામ-ઠામ કંઈ જાણવા મળેલ નહીં વાંકાનેર પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડેલ અને તેની ઓળખ કરવા તેમજ વાલી વારસની શોધખોળ કરવા તપાસ હાથ ધરી હતી.
તિથવાના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા
વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા જાહીદ નૂરમામદભાઈ માથાકિયા (ઉ.42) નામનો યુવાન વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક થવાના કારણે અકસ્માત થયો હતો અને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી…
