સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો
રફાળેશ્વર ચોકડી પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લીધી
અકસ્માતમાં માટેલ રોડ, સરતાનપર રોડ, નર્સરી પાસે રહેતા અને જુના ઢુવાના શખ્સોને ઇજા
રાજકોટ: વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગાત્રાળનગરમાં રહેતો મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30) ગઈ કાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતે પોતાના ગામમાં હતો ત્યારે એસીડ પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈ કાલે સાંજે 7:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક મનીષ 4 ભાઈ 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 પુત્ર છે. તે સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

રફાળેશ્વર ચોકડી પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લીધી
વાંકાનેર હાઈવે રફાળેશ્વર ચોકડી પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા તેમાં સવાર બીરેન્દ્ર રામ શર્મા (24) રહે. માટેલ રોડ, સોહિલ અનીલ સગર (5), અનીલ કનુ સગર (28) રહે. બંને સોમાણી સીરામીક પાસે સરતાનપર રોડ, દેવજીભાઈ શામજીભાઈ સાલાણી (50) રહે. સર્કીટ હાઉસ સામે વિક્રમ વાડી પાસે કરણ રાજુ નિશાદ (18) અને કૈલાષ રણદીપ નિસાદ (40) રહે. નર્સરી પાસે વાંકાનેર અને વજીબેન બીજલભાઈ મકવાણા ણહે. જુના ઢુવા તા. વાંકાનેરને ઈજા થતા સિવિલે ખસેડાયા હતા.
