નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મૃત્યુ
વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલા યુવાનનું તેમજ ટંકારા તાલુકાના નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત નિપજેલ છે.

ગત તા.23-8ના સવારે વિજયભાઈ કરમશીભાઈ જખવાડીયા (ઉ.27) રહે. ડુંગરપુર તા. હળવદ અવેકટા સીરામીક પાસે રાતાવિરડા ખાતે એસીડ પી જતા ખાનગી હોસ્પીટલ બાદ સિવિલે ખસેડાયો હતો. તેનો મૃતદેહ જ પહોંચ્યો હોય પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
જયારે ટંકારાના નેશડા ગામે વાડી વિસ્તારમાં વિંછી કરડી જતા કાર્તિક શૈલેષભાઈ ચૌહાણ નામના દોઢ વર્ષના બાળકને સારવારમાં લાવતા મોત નિપજયું હતું. હોસ્પીટલમાંથી બનાવની જાણ કરાતા મોરબી પોલીસે નોંધ કરીને ટંકારા પોલીસને જાણ કરી હતી.
